બ્રિટન રોગચાળાને સમાપ્ત કરવા માટે રસીનો ઉપયોગ કરનાર પ્રથમ મોટો દેશ હશે અને બ્રિટનમાં “ખરેખર સારી ક્રિસમસ” જશે તેવી બ્રિટનના એજ્યુકેશન મિનિસ્ટર અને પૂર્વ વેક્સીન મિનિસ્ટર નદીમ ઝહાવીએ આગાહી કરી હતી. બીજી તરફ સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે નવા પ્રતિબંધોની જરૂર નથી.
નદીમ ઝહાવીએ કહ્યું હતું કે તેઓ ખુશ નથી પરંતુ દલીલ કરી હતી કે સરકારની રસીકરણની યોજના કામ કરી રહી છે. અન્ય દેશોએ કોવિડ-19 સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના મોડેલ તરીકે બ્રિટનને વધુને વધુ જોયું હતું.
જૉન્સને સીબીઆઈ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “તમારે કુદરતની સામે નમ્ર બનવું પડશે પરંતુ આ ક્ષણે અમને ડેટામાં એવું કહેવા માટે કંઈ દેખાતું નથી કે અમારે પ્લાન Aમાંથી પ્લાન B અથવા અન્ય કોઈ પ્લાનમાં જવાની જરૂર છે. તમે જે કરી શકો તે શ્રેષ્ઠ સિંગલ વસ્તુ છે તમારી બૂસ્ટર રસી મેળવવી.”
પરિણામો દર્શાવે છે કે ત્રીજા ડોઝ ચેપ સામે લગભગ 50 ટકાથી લઇને 90 ટકાથી વધુ રક્ષણ આપે છે. સરકાર આશાવાદી છે કે બૂસ્ટર પ્રોગ્રામ બ્રિટનને સમગ્ર યુરોપમાં જોવા મળતા લોકડાઉનના આગમનની ઘડીને ટાળવા દેશે.