ભારતના બે દિવસના પ્રવાસે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુરુવાર, 22 એપ્રિલે ખાસ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં મળ્યા હતા. નવી દિલ્હીમાં સંયુક્ત નિવેદન દરમિયાન વડાપ્રધાન બોરિસ જોન્સને ખાસ અંદાજમાં સંબોધનની શરૂઆતમાં જણાવ્યું હતું કે ‘નરેન્દ્રા, માય ખાસ દોસ્ત!’ નવી દિલ્હીમાં શુક્રવારે મીડિયા ઇવેન્ટમાં મોદી અને જોન્સન વચ્ચેની મિત્રતા ઉડીને આંખે વળગે તેવી હતી. યુકેના વડાપ્રધાનને મોદીને ઘણીવખત નરેન્દ્ર કહીને પણ બોલાવ્યા હતા.