ગયા અઠવાડિયે રમઝાન માસની પૂર્વસંધ્યાએ સમગ્ર દેશમાંથી અગ્રણી બ્રિટિશ મુસ્લિમ ચેરિટીઝ અને ફિલાન્થ્રોપિસ્ટ્સને ડાઉનિંગ સ્ટ્રીટ પર આમંત્રિત કરાયા હતા જ્યાં બ્રિટિશ મુસ્લિમો દ્વારા યુકે અને વિદેશમાં કેટલાક અત્યંત સંવેદનશીલ સમુદાયોને ટેકો આપવા માટે દાનમાં આપવામાં આવેલા કરોડો પાઉન્ડના દાનની ઉજવણી કરવામાં આવી હતી.
રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા નવનિયુક્ત ફેઇથ મિનિસ્ટર, બેરોનેસ સ્કોટ દ્વારા કરાઇ હતી જેઓ સમગ્ર દેશમાં મુસ્લિમ ચેરિટીઝ દ્વારા થતા કામ અને તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તે વિશે સાંભળવા ઉત્સુક હતા.
યુકેની તમામ સૌથી મોટી મુસ્લિમ સખાવતી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા મુસ્લિમ ચેરિટી ફોરમે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘’યુકેમાં બ્રિટિશ મુસ્લિમ સમુદાય દર વર્ષે ચેરિટી માટે £500 મિલિયનથી વધુનું દાન કરે છે, જેમાંથી £150 મિલિયન તો રમઝાન મહિનામાં જ દાન કરાય છે.
આ રાઉન્ડ ટેબલમાં 60 ટકાથી વધુ હાજરી વિવિધ વંશીય અને ધાર્મિક પૃષ્ઠભૂમિની મુસ્લિમ સહિતની મહિલાઓ હતી. આ ઐતિહાસિક પ્રસંગે હાજર રહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુસ્લિમ ચેરિટીના પ્રથમ મુસ્લિમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ્સની રાઉન્ડ ટેબલમાં સરાહના કરાઇ હતી.
ફેઇથ મિનિસ્ટર બેરોનેસ સ્કોટે બ્રિટિશ મુસ્લિમો અને સખાવતી સંસ્થાઓનો યુકે અને વિદેશમાં તેમના તમામ કાર્યો માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ‘’સરકાર બેન્કિંગ ખર્ચમાંથી તેઓ જે પડકારોનો સામનો કરી રહી છે તેને સમર્થન આપી શકે તે માટે અને ફેઇથ આધારિત માનસિક સ્વાસ્થ્ય સેવાઓ માટે વધુ સમર્થન પૂરું પાડવા તથા સરકાર કેવી રીતે ફેઇથ આધારિત સખાવતી સંસ્થાઓ અને ફિલ્નથ્રોપિસ્ટ્સ સાથે કામ કરી શકે તે બાબતે વિચારી રહી છે. જેથી તેમની યોજનાઓને સમથળ બનાવી શકાય.’’