બિલિયોનેર ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ એક લાખ લોકોને મંગળ પર શિફ્ટ કરવાની રવિવારે મહત્ત્વકાંક્ષી યોજના જાહેર કરી હતી. તેમણે એક્સડોટકોમ પર જણાવ્યું હતું કે અમે મંગળ પર એક મિલિયન લોકોને વસાવવા માટે એક ગેમ પ્લાન બનાવી રહ્યા છીએ.
ટેસ્લાના માલિકે જણાવ્યું હતું કે “સ્ટારશિપ અત્યાર સુધીનું સૌથી મોટું રોકેટ છે અને તે આપણને મંગળ પર લઈ જશે.” આ પોસ્ટના સંદર્ભમાં એક યુઝર્સે પૂછ્યું હતું કે લાલ ગ્રહ માટે સ્ટારશિપ ક્યારે લોન્ચ કરવામાં આવશે. આ પ્રશ્નના જવાબમાં મસ્કે જણાવ્યું હતું કે “એક દિવસ મંગળની સફર કોઇ દેશની ફ્લાઇટ જેવી હશે.”
હજુ ગયા સપ્તાહે સ્પેસએક્સના સ્થાપક મસ્કે કહ્યું હતું કે સ્ટારશિપ પાંચ વર્ષથી ઓછા સમયમાં ચંદ્ર પર પહોંચવા માટે સક્ષમ બની જશે. સ્પેસએક્સ ડ્રેગન સ્પેસશીપ અવકાશયાત્રીઓને અડધી સદીમાં પૃથ્વીથી સૌથી વધુ દૂર લઈ જશે. મંગળ પર રહેવા માટે ઘણું કામ કરવું પડશે.
અગાઉ મસ્કે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તેમને આશા છે કે સ્પેસએક્સ આગામી આઠ વર્ષમાં ચંદ્ર પર માનવ મોકલશે. હવેથી આઠ વર્ષ પછી વસ્તુઓ કેવી હશે? મને લાગે છે કે આપણે મંગળ પર ઉતરાણ કરીશું અને મને લાગે છે કે આપણે લોકોને ચંદ્ર પર મોકલ્યા હશે. તેમનું લક્ષ્ય ચંદ્ર પર પણ બેઝ બનાવવાનું છે. માનવતા પાસે ચંદ્ર પર બેઝ હોવો જોઈએ, મંગળ પર શહેરો હોવા જોઇએ અને લોકો તારાઓની વચ્ચે હોવા જોઇએ.
ભૂતકાળમાં તેમણે જણાવ્યું હતું કે આપણે ચંદ્ર પર એક બેઝ બનાવવો જોઇએ, જે ચંદ્ર પરનો માનવીય કબજા સાથેનો કાયમી બેઝ હોવો જોઇએ અને તે પછી લોકોને મંગળ પર મોકલવા જોઇએ. આ સ્પેસસ્ટેશનની બહાર પણ કંઇક હોવું જોઇએ, પરંતુ અમે પછીથી જોઈશું. મસ્ક એવી પણ આશા રાખે છે કે આ વર્ષે ત્રીજી સ્ટારશિપ ફ્લાઇટ ભ્રમણકક્ષામાં પહોંચશે અને અવકાશયાન વિશ્વસનીય રીતે ભ્રમણકક્ષામાંથી બહાર પણ આવશે.