વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પોતાના ત્રણ મહત્વના સાથીઓની મદદથી સરકાર ચલાવી રહ્યા છે. એક છે ડોમિનિક કમિંગ્સ જેઓ તેમના મુખ્ય સલાહકાર છે, બીજા સર એડી લિસ્ટર છે, જેમણે સિટી હોલમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી હતી અને ત્રીજા છે તીક્ષ્ણ લક્ષણવાળા, મૃદુભાષી અને નંબર ટેનના પોલીસી યુનિટના વડા મુનિરા મિર્ઝા.
ડાઉનિંગ સ્ટ્રીટની આ પોલિટીકલ પાવરબ્રોકર તેના વિવેચકોને પણ મૂંઝવણમાં મૂકી દે તેટલી ચતુર છે. બોરિસ જ્હોન્સન, મુનીરા મિર્ઝા પર ખૂબ જ આધાર રાખે છે. મુનિરા બ્લેક લાઇવ્સ મેટર ચળવળ વખતે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે નંબર 10 એ મિર્ઝા દ્વારા રચાયેલ જાતીય અસમાનતા અંગેના કમિશનની જાહેરાત કરી હતી.
ડૉ. મિર્ઝા મૌન રહે છે પરંતુ સ્થાપિત સ્થાપિત રૂઢીચુસ્ત તરીકે તેઓ જે જુએ છે તેને પડકારવા માટે કટિબદ્ધ રહે છે. મુનીરા ભાવનાત્મક રૂપે એક લેબર વ્યક્તિ હોવી જોઈએ. તેનો જન્મ 1978માં ઓલ્ડહામમાં પાકિસ્તાની પરિવારમાં થયો હતો. તેના પિતા કારની ફેક્ટરીમાં કામ કરતા હતા. તે બ્રિઝ હિલમાં ભણી હતી. ઓલ્ડહામમાં સીક્સ્થ ફોર્મ કોલેજ પછી તેણે ઑક્સફર્ડની મેન્સફિલ્ડ કૉલેજમાં ઇગ્લીશ માટે સ્થાન મેળવ્યું હતું. 1996માં તે આવ્યા અને જેસીઆરની બેઠકોમાં બોલતાં ત્યારે તેમને ખૂબ ક્લિપ કરાયા હતાં. તેઓ ઝડપથી આખા લિવિંગ માર્ક્સીઝમની ભીડમાં સામેલ થઈ ગયાં હતાં.
તે બોરિસના ડેપ્યુટી મેયર બન્યાં ત્યારે ઘણાને આઘાત લાગ્યો હતો. તેમણે ક્રાંતિકારી કમ્યુનિસ્ટ પાર્ટી (આરસીપી)ના સ્થાપક ફ્રેન્ક ફુરેડીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્રમાં પીએચડી કર્યુ હતુ. મિર્ઝાએ 20087માં સિટી હૉલમાં કામ શરૂ કરી ડેપ્યુટી મેયર બનવા સાથે કલ્ચર અને એજ્યુકેશનના હેડ તરીકે આઠ વર્ષ ગાળ્યા હતા.
જ્યારે ગ્રેઝિયાએ બોરિસ જ્હોન્સનને અસર કરનારી મહત્વની પાંચ મહિલાઓનું નામ જણાવવાનું કહ્યું ત્યારે તેણે તેની દાદી, બૌદિક્કા, કેટ બુશ, મલાલા યુસુફઝઇ અને મુનીરા મિર્ઝાના નામ આપ્યા હતા