
મુંબઇમાં મંગળવારની મોડી રાત્રીથી પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પાણી હતા અને કેટલાંક વિસ્તારોમાં રેલવે અને રોડ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિની ચેતવણી આપી હતી.
દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા હતા. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયુ હતું. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેન અને બસ સેવાને અસર થઈ હતી.
હવામાન વિભાગના મુંબઈ સેન્ટ્રરના જણાવ્યા અનુસાર મુંબઈમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પૈકીનો વરસાદ આવ્યો છે. વેસ્ટર્ન સબર્બમાં આવેલા સાંતાક્રૂઝ ઓબર્ઝવેટરીમાં બુધવારની સવાર 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં 286.4 એમએમ વરસાદ નોંધાવોય હતો. દક્ષિણ મુંબઈમાં આ સમયગાળામાં 147.8 એમએમ વરસાદ નોંધાયો હતો.
