કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 58 મૃત્યુ સાથે મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1760 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 2259 કેસ સામે આવ્યાં બાદ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 90787 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 120 મૃત્યુ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 3289 થઈ છે.
મુંબઈમાં લોકલ ટ્રેન, સલૂન, ધાર્મિક સ્થળ અને મોલ્સ હજુ પણ બંધ છે. આમ છતાં મહારાષ્ટ્ર અને મુંબઈના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા છે. બધાના મનમાં એ જ સવાલ છે કે આખરે કોરોનાના કેસની આ વધતી રફતાર ક્યારે અટકશે.