અભિનેતા આમિર ખાન અને ફિલ્મ નિર્માતા કિરણ રાવ, મુંબઈમાં, સોમવાર, 20 મે, 2024 ના રોજ, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન કર્યું હતું.. (PTI Photo)

મુંબઈમાં લોકસભા ચૂંટણી દરમિયાન સોમવારે બોલિવૂડ સ્ટાર્સ, ખેલાડીઓ અને ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણી વ્યક્તિઓએ મતદાન કર્યું હતું. વહેલી સવારે અક્ષય કુમાર, ફરહાન અખ્તર, રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ,  અને અન્ય સેલિબ્રિટીએ વહેલી સવારે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્રની કુલ 13 લોકસભા બેઠકો પર મતદાન ઈ રહ્યું છે અને તેમાં મુંબઇની છ બેઠકોનો સમાવેશ થાય છે.

જુહુમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યા પછી અક્ષય કુમારે જણાવ્યું હતું કે “હું ઈચ્છું છું કે મારું ભારત વિકસિત અને મજબૂત બને અને જ્યારે હું મારો મત આપવા ગયો ત્યારે મેં આ બાબતો મારા મગજમાં રાખી. બધા ભારતીયોએ વિચારવું જોઈએ કે તેમના માટે શું યોગ્ય છે અને મતદાન કરવું જોઈએ.” ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે પ્રથમ વખત મતદાન કર્યું છે.

બાંદ્રા પશ્ચિમમાં મતદાન કરવા માટે મતદાન મથક પર કતારમાં ઉભા રહેતા અખ્તરે જણાવ્યું હતું કે “મારો મત સુશાસન માટે છે, સરકાર જે તમામ લોકોની સંભાળ રાખે છે, અમને વધુ સારું શહેર આપે છે.”

સવારે મતદાન કરનાર અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઓમાં સાન્યા મલ્હોત્રા અને ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરનો સમાવેશ થતો હતો. આ ઉપાંત ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, રિઝર્વ બેન્કના વડા શક્તિકાંત દાસ સહિતના કોર્પોરેટ દિગ્ગજોએ પણ મતદાન કર્યું હતું.

LEAVE A REPLY