તમામ આતંકીઓના હાથમાં નાળાછડી હતી અને હિન્દુ નામ દર્શાવતા ઓળખપત્ર હતા
વર્ષ 2008ના 26 નવેમ્બરના દિવસે ત્રાસવાદીઓ મુંબઈમાં આતંકી હુમલો કરે છે. ચાર દિવસ સુધી પૂરા શહેરને બંધક બનાવ્યું હોય તેવી સ્થિતિ ઉભી કરે છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ, હોટેલ તાજ, કામા હોસ્પિટલ, નરિમાન હાઉસ, મેટ્રો સિનેમા, ઓબેરોય ટ્રાઇડેન્ટ- એમ કુલ 12 સ્થળો પર હુમલા થાય છે. આ હુમલો માત્ર ભારતનો સૌથી મોટો આતંકી હુમલો જ હતો, પરંતુ તેની પાછળ એક ખતરનાક ષડયંત્ર પણ હતું. તેમાં 10 ત્રાસવાદીઓ સામેલ હતા. 29 નવેમ્બર સુધી મુંબઈ પોલીસે 9 આતંકીને ઠાર કર્યા હતા અને એકને જીવતો પકડ્યો હતો.
જીવતા પકડાયેલા આતંકીના હાથમાં નાળાછડી બાંધેલી છે, જે હિન્દુઓ બાંધે છે. પોલીસને તેની પાસેથી ઓળખપત્ર મળ્યું હતું. તેમાં નામ સમીર દિનેશ ચૌધરી હતું. તેમાં તેને અરુદોદય ડિર્ગી એન્ડ પી કોલેજ, હૈદરાબાદનો વિદ્યાર્થી દર્શાવવામાં આવ્યો હતો. તેનું એડ્રેસ, 254, ટીચર્સ કોલોની, બેંગુલુરું હતું.
પોલીસે ઠાર કરેલા નવ આતંકી પાસે પણ ભારતીય ઓળખપત્ર હતું. તમામના નામ હિન્દુ હતા. તમામ આતંકીએ હિન્દુની ઓળખ દર્શાવતી નાડાછડી બાંધેલી હતી. હિન્દુ આતંકવાદના દુષ્પ્રચાર માટે આનાથી વધુ દમદાર સાબિતી બીજી કઈ હોઈ શકે. ત્રાસવાદીઓનો ઇરાદો પણ આવો જ હતો. પરંતુ એક આતંકી જીવતો પકડતા હિન્દુ આતંકવાદની થીયરીના લીરેલીરે ઉડી ગયા. જીવતા પકડાયેલા આતંકીને ઓળખ પાકિસ્તાનના ફરીદકોટમાં રહેતા અજમલ આમિર કસાબ તરીકે થઈ હતી. ઠાર થયેલા નવ આતંકી પણ પાકિસ્તાનના હતા.
આની સાથે મુંબઈ હુમલાનું ઠીકરુ કાલ્પનિક હિન્દુ આતંકવાદ પર ફોડવાની પાકિસ્તાન અને તેની કુખ્યાત એજન્સી આઇએસઆઇનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું હતું. થોડી કલ્પના કરો. કોન્સ્ટેબલ તુકારામ ઓમ્બ્લેની સમયસૂચકતા અને બહાદુરીથી કસાબ જીવતો ન પકડાયો હોત તો શું થાત? ઘટનાસ્થળે તુકામરામ શહીદ થઈ ગયા હતા, પરંતુ આતંકી જીવતો પકડાયો હતો.
જો કસાબ જીવતો ન પકડાયો હતો તો દુનિયા તો શું પરંતુ ભારતના લોકોને પણ એવું લાગત કે મુંબઈને લોહીલુહાણ કરવા પાછળ હિન્દુ આતંક જવાબદાર છે. કસાબને ફાંસી થા છે અને પાકિસ્તાનું કાવતરુ નિષ્ફળ જાય છે. જોકે તે સમયે સત્તાધારી પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આ હુમલામાં આરએસએસનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરે છે. દિગ્વિજય સિંહ મુંબઈ હુમલાને આરએસએસનું ષડયંત્ર હોવાનું દર્શાવતા એક પુસ્તકનું એક વખત દિલ્હીમાં અને બીજી વખત મુંબઈમાં એમ બે-બે વાર વિમાચન કરે છે. આ પ્રસંગે હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટ પણ હાજર રહે છે. આ બંનેએ હુમલામાં આરએસએસ અને હિન્દુ ત્રાસવાદનો હાથ બતાવવાની કોશિશ કરી હતી.
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર રાકેશ મારિયાએ “લેટ મી સે ઇટ નાઉ” નામના પુસ્તકમાં વિગતવાર જણાવે છે કે પાકિસ્તાને મુંબઈ હુમલાને હિન્દુ આતંકવાદ બતાવવાની કોઇ કસર રાખી ન હતી. પરંતુ કસાબ જીતવો પકડાતા આ ખતરનાક ષડયંત્ર નિષ્ફળ બને છે. મારિયાએ તેમના પુસ્તકના પેજ-436માં લખ્યું છે કે તમામ આતંકીઓના હાથમાં એવો જ લાલ દોરો બાંધેલો હતો, જે હિન્દુઓ બાંધે છે. તમામ પાસે બનાવટી ઓળખકાર્ડ હતા અને તમામના નામ હિન્દુ હતા.