નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટ વિસ્તારમાં આવેલ વિલ્સડન ગેલેરીમાં અમદાવાદની “મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન” અને જી. જે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના ઉપક્રમે શ્રીમતી કોકિલાબેન જી. પટેલ અને ગુજરાતથી આવેલ જાણીતા કલાકાર નીલુ પટેલ દ્વારા તા. ૯ થી ૨૨મી ઓક્ટોબર 2023 દરમ્યાન આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારોની કૃતિઓનું  પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશનની સ્થાપના પ્રાચીન, સમકાલીન, અને આધુનિક કલા, આદિવાસી તથા હસ્તકલા જેવા દરેક ક્ષેત્રના અનેક કલાકારોને પ્રોત્સાહિત કરવા અને ભારતની વિસરાતી જતી કળા અને કલાકૃતિઓ જાળવવા માટે કરવા આવી છે. સંસ્થાની અન્ય પ્રવૃતિઓમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરીઓમાં વ્યક્તિગત અને ગૃપ પ્રદર્શનોના દ્વારા આયોજન કરવાનો છે.

આ પ્રદર્શનમાં સામેલ ગુજરાત ઉપરાંત ભારતના અન્ય પ્રાન્તના કલાકારોમાં નીલુ પટેલ, કોકિલાબેન જી. પટેલ, ભારતી શાહ, ભારતી પરીખ, વિનોદ રાવલ (કલાગુરુ), શ્રુતિ સોની, ગોવિંદ કુમાર ઝા, હેમંતકુમાર એસ. પંડ્યા, ક્રિશા શાહ, ગિરીશ પટેલ, જીનલ સાવલિયા  ઉપરાંત અનેક કલાકારોના ચિત્રોનો સમાવેશ થયો હતો.

LEAVE A REPLY