નોર્થ લંડનના વેમ્બલીમાં રહેતા 43 વર્ષીય મુકેશ શાહને લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહેલી મહિલાની સામે હસ્તમૈથુન કરવા બદલ 9 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને ગયા મહિને લંડનની ઇનર ક્રાઉન કોર્ટમાં અભદ્ર વર્તણુંક માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેનું નામ 10 વર્ષ માટે સેક્સ અપરાધીઓના રજિસ્ટરમાં રહેશે.

બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (બીટીપી) એ જણાવ્યું હતું કે ‘’ટ્યુબની મુસાફરી દરમિયાન આ ઘટના 4 નવેમ્બર, 2022 ના રોજ બની હતી. પીડિત મહિલા તે રાત્રે 11.40 વાગ્યાની આસપાસ સડબરી ટાઉનથી પિકાડિલી લાઇનમાં ખાલી કોચમાં એકલી મુસાફરી કરતી હતી. એક્ટન ટાઉન આવતા મુકેશ શાહ ટ્રેનમાં ચડ્યો હતો. એકલી મહિલાને જોઇને તેણે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું. મહિલા માટે તે ભયાનક અને અસ્વસ્થ અનુભવ કરાવતી ક્ષણ હતી. તેણીએ ગુનેગારનો સામનો કરવામાં અને તેનો વિડીયો લઇ પોલીસને તેની જાણ કરવા માટે દાખવેલી બહાદુરીની પ્રશંસા કરીએ છીએ. અમે હંમેશા જાતીય ગુનાઓના અહેવાલોને ગંભીરતાથી લઈશું અને ન્યાય અપાવવા માટે અમારી શક્તિમાં હશે તે બધું જ કરીશું.”

LEAVE A REPLY