મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણી શનિવારે ગીર સોમનાથમાં મહા શિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરે છે. ANI Photo)

મહાશિવરાત્રીના પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. તેમણે પોતાના પુત્ર આકાશ સાથે શિવજીની પૂજા અને અર્ચના કરીને સોમનાથ દાદાને શિશ ઝૂકાવ્યુ હતુ. મહાશિવરાત્રીના પ્રસંગે મુકેશ અંબાણીએ સોમનાથ મંદિરમાં 1.51 કરોડ રૂપિયાનું દાન પણ કર્યુ હતુ. અંબાણી પરિવાર વર્ષોથી સોમનાથ દાદાના દર્શને આવતો હોય છે. મુકેશ અંબાણી દર્શન કરવાના હોવાથી સમગ્ર મંદિર આસપાસ VVIP બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસર સોમનાથ દાદાના જયઘોષથી ગુંજી ઉઠ્યુ હતુ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને આકાશ અંબાણી મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર પહોંચ્યા ત્યારે મંદિર ટ્રસ્ટના ચેરમેન પીકે લહેરી અને સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. મંદિરના પૂજારીએ તેમને ચંદન અને શાલ ભેટમાં આપી હતી.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સોમનાથ દાદાના દર્શન કરવા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. સોમનાથ દાદાના દર્શન કરીને વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સોમનાથ દાદાની મારા પર અસીમ કૃપા છે. મેં સમગ્ર રાજ્યની પ્રગતિ માટે દાદાને પ્રાર્થના કરી છે. આવનારી લોકસભાની ચૂંટણીના 400 દિવસ બાકી છે અને ભાજપ ફરી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતને ભવ્ય વિજય મેળવે તેવી મેં પ્રાર્થના કરી છે.

 

LEAVE A REPLY