રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તાજેતરના દિવસોમાં તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યાં છે. તેઓ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યાં હતા અને શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા. અંબાણીએ તિરુમાલા તિરુપતી દેવસ્થાનમને રૂ.1.5 કરોડનું દાન આપ્યું હતું.
16 સપ્ટેમ્બર 2022ના રોજ સોશિયલ મીડિયામાં મુકેશ અંબાણીની કેટલીક તસ્વીરો બહાર આવી હતી. તેમાં તેઓ તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરતાં દેખાય છે. આ દરમિયાન પણ તેમની સાથે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ હતી. તેમણે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અંબાણી પરિવારે અભિષેક કર્યો હતો અને નિજપાદ દર્શન સેવા કરી હતી. પરિવારે મંદિર પરિસરમાં ઘણો સમય વિતાવ્યો હતો.
ભગવાનના દર્શન કર્યા પછી મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટે મંદિર પરિસરમાં હાથીઓને કેળા ખવડાવ્યા હતા અને આશાર્વાદ લીધા હતા. આ વખતે રાધિકા મર્ચન્ટ પિન્ક કલરના શૂટમાં જોવા મળ્યા હતા, જ્યારે મુકેશ અંબાણીએ ધોતી-કુર્તો પહેર્યો હતો. આ પહેલા 12 સપ્ટેમ્બર 2022એ મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન પણ ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે હતા. પ્રથમ ફોટોમાં તેઓ લાલ કપડામાં દેખાયા હતા અને બીજા ફોટામાં મુકેશ અંબાણીએ સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરેલું દેખાય છે. રાધિકા મર્ચન્ટે પિન્ક કલરનો શૂટ પહેર્યો હતો.
રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે હું અહીં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. દર વર્ષે આ મદિર વધુ સારુને સારુ બની રહ્યું છે અને આપણને એક ભારતીય તરીકે તે અંગે ઘણો ગર્વ છે. અમે અહીં તમામ ભારતીયો માટે આશીર્વાદ માંગ્યા છે.