દુબઇમાં 80 મિલિયન ડોલરના બીચસાઇડ વિલાની રહસ્યમર ખરીદદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, એમ આ ડીલથી માહિતગાર સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં આવ્યું હતું. આ ડીલ દુબઇની સૌથી મોટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડીલ છે. પામ જુમેહારની આ પ્રોપર્ટી મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે આ વર્ષની શરૂઆતમાં ખરીદવામાં આવી હતી. જોકે આ અંગે રિલાયન્સે કોઇ સત્તાવાર ટીપ્પણી કરી નથી.
આ વિલામાં 10 બેડરૂમ, 1 સ્પા, ઈન્ડોર અને આઉટડોર પૂલ, પ્રાઈવેટ થિયેટર, જિમ સહિત ઘણી લક્ઝરી સુવિધાઓ છે.હકીકતમાં દુબઈ વિશ્વભરના ધનિક લોકો માટે અતિ સમૃદ્ધ જીવનશૈલી માટે પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. ત્યાંની સરકાર વિદેશીઓને ઘર ખરીદવા સહિત અન્ય કામોમાં પણ ઘણી છૂટ આપી રહી છે. આ સાથે દુબઈ સરકાર લાંબા ગાળાના ગોલ્ડન વિઝા આપી રહી છે જે અન્ય દેશોના લોકોને અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
હવે અંબાણી પરિવાર બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામના નવા પડોશી બનશે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામે પોતાની પત્ની વિક્ટોરિયા સાથે અહીં ઘર ખરીદ્યું છે.