ગુજરાત સરકારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કર્યા બાદ રાજ્યમાં બાળકમાં મ્યુકરમાઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદમાં એક 13 વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા આ બાળકના માતા અને તેને કોરોના થયો હતો અને થોડા દિવસ પહેલા માતાનું મોત થયું હતું.
રબાદ બાળક મ્યૂકરમાઈકોસિસનો ભોગ બન્યો હતો અને તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી.
કોરોનાથી સાજા થયા પરંતુ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો મ્યૂકર માઈકોસિસ નામની બ્લેક ફંગસનો શિકાર થઈ રહ્યા છે. ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારના સૂચન બાદ ગુજરાતમાં મહામારી જાહેર કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસના 1500થી વધુ કેસ નોંધાયા છે. મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન માટે તરફડિયા મારતા દર્દીઓ ઠેરઠેર જોવા મળી રહ્યા છે.