જૂનાગઢમાં 31 જાન્યુઆરીએ જાહેર કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ગુજરાત પોલીસે મુંબઈમાંથી મુફ્તી સલમાન અઝહરીની ચાર ફેબ્રુઆરીએ સાંજે ધરપકડ કરી હતી અને તેને અમદાવાદ લાવી હતી. આ ભાષણના વીડિયો વાઇરલ થયા પછી પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આ કાર્યવાહી કરી હતી.
ગુજરાત પોલીસે ઇસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી ત્યારે રવિવારે સાંજે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એક ટોળું ભેગું થઈ ગયું હતું,ધરપકડની જાણ થતાં, 4 ફેબ્રુઆરીની સાંજે તેના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને મોડી રાત સુધી ભીડ સતત વધી રહી હતી. ટોળાએ સૂત્રોચ્ચાર કરીને મુફ્તીની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી