સંસદે પ્રધાનો અને સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકા કાપ મૂકવાના ખરડાને શુક્રવારે મંજૂરી આપી છે. કોરોના વાઇરસની મહામારીથી ઊભી થયેલી સ્થિતિ પહોંચી વળવા માટે સરકારે સાંસદોના વેતનમાં ઘટાડાનું બિલ રજૂ કર્યું હતું.
રાજ્યસભાએ સેલરી, એલાવન્સ એન્ડ પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ 2020ને બહાલી આપી હતી. મંગળવારે લોકસભાએ આ બિલને મંજૂરી આપી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી હતી.
રાજ્યસભાએ સેલરી એન્ડ એલાવન્સ ઓફ મિનિસ્ટર્સ (એમેન્ડમેન્ટ) બિલ 2020ને મંજૂરી આપી હતી. આ બિલમાં એક વર્ષ માટે પ્રધાનોના વેતનમાં 30 ટકા કાપની દરખાસ્ત હતી. રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન જીી કિશન રેડ્ડીએ આ બિલ રજૂ કર્યું હતું. આ બંને બિલને એકસાથે ધ્વનીમતથી બહાલી આપવામાં આવી હતી.