વોટફર્ડના પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ અને મલ્ટીમીલીયોનેર બિઝનેસમેન રિચાર્ડ હેરિંગ્ટને પોતાના રોકાણને વેગ મળે તે માટે ક્રોક્સ્લે પાર્ક બિઝનેસ પાર્ક નજીક મેટ્રોપોલિટન ટ્યુબ લાઇનના વિસ્તરણ માટે અને પાર્ક નજીક નવું સ્ટેશન શામેલ કરવા માટે £73 મિલિયનના સરકારના નિર્ણય માટે લોબીંગ કર્યુ હોવાનો આક્ષેપ થયો છે. આ રોકાણથી તેમના એક રોકાણને ફાયદો થવાની સંભાવના હતી.
તેમના £20 મિલિયનના છૂટાછેડા બાબતે થયેલી સુનાવણી દરમિયાન જજ દ્વારા બિઝનેસ પાર્કમાં તેમના રોકાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે “છાપાવાયું” હોવાનું કહેવામાં આવ્યું હતું અને તે તેમના હિતોના રજિસ્ટર પર શામેલ નહોતું.
વોટફર્ડના નવ વર્ષ સુછી સાસંદ રહેલા અને મિનીસ્ટર ફોર બિઝનેસ, વર્ક એન્ડ પેન્શન્સ, હોમ ઓફિસ અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનીસ્ટર તરીકે સેવા આપનાર 62 વર્ષના હેરિંગ્ટને ગયા ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી પહેલા તેમનુ પદ છોડ્યું હતું. તેમની ભૂતપૂર્વ પત્ની, જેસીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ફેમિલી કોર્ટમાં નાણાકીય પતાવટની સુનાવણીમાં જ્યારે આ સંપત્તિની વિગતો જાહેર કરાઇ ત્યારે તે મારા માટે સંપૂર્ણપણે નવી હતી.
2015માં આ વિસ્તરણને મંજૂરી આપવામાં આવી ત્યારે જ્યોર્જ ઓસ્બોર્ન ચેન્સેલર હતા અને તેમણે જણાવ્યું હતું કે ‘’તે નવી આર્થિક તકો ખોલશે અને રિચાર્ડ હેરિંગ્ટનની મહેનતથી મને ખાતરી મળી કે હું આ પ્રોજેક્ટ અને તેના ક્ષેત્રના મહત્વ વિશે જાગૃત છું.”