મધ્યપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો 28 બેઠકોમાં 19 બેઠકો પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસનો 9 બેઠકો પર વિજય થયો હતો. મધ્યપ્રદેશ વિધાનસભાની 28 બેઠકોની આ પેટાચૂંટણીનું હાલની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર માટે ઘણું મહત્ત્વનું હતું. રાજ્યના ભાજપનું શાસન જળવાઈ રહે તે માટે આ વિજય મેળવવો જરૂરી હતો.
ભાજપને હવે 230 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. ભાજપના વિધાનસભ્યોની સંખ્યા વધીને 126 થઈ છે. જુલાઈ મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વડપણ હેઠળ કોંગ્રેસના 25 ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેનાથી રાજ્યમાં શિવરાજસિંહ ચોહાણના વડપણ હેઠળ ભાજપની સરકાર બની હતી. આ ધારાસભ્યોએ રાજ્ય વિધાનસભામાંથી રાજીનામા આપ્યા હતા અને તેનાથી પેટાચૂંટણીની જરૂર પડી હતી.