લંડનના મેયરની ચૂંટણીમાં ટોરી દાવેદાર તરીકે બહારના વ્યક્તિ ગણાતા મોઝમ્મેલ હુસૈન ઉભરી આવ્યા છે. કન્ઝર્વેટીવ ઝુંબેશ વ્યૂહરચનાકારો, આગામી ચૂંટણીઓ અને મેયરની રેસ માટે ભંડોળ સુરક્ષિત કરવા માટે હુસૈનની ઉમેદવારીમાં આશાની ઝાંખી દેખાય છે. હુસૈન લંડન એસેમ્બલીના સભ્ય સુસાન હોલ સામે હરીફાઈ કરી રહ્યા છે.
નોંધનીય રીતે, તેમને પક્ષના દાતા નિક કેન્ડીનું સમર્થન છે અને તેમણે વર્તમાન મેયર સાદિક ખાન વિરુદ્ધ હુસૈનની ઝુંબેશને ભંડોળ આપવાની તૈયારી દર્શાવી છે. તેમને પ્રીતિ પટેલ અને ઇયાન ડંકન સ્મિથ જેવા વ્યક્તિઓનું નોંધપાત્ર સમર્થન છે.
તેઓ 21 વર્ષની ઉંમરે બાંગ્લાદેશના એક ગામમાંથી લંડન આવ્યા હતા અને બાંગ્લાદેશી મૂળના પ્રથમ ક્રીમીનલ બેરિસ્ટર છે. લંડન ટોરી સભ્યો મતદાન દ્વારા ઉમેદવારની પસંદગી કરશે જેની જાહેરાત જુલાઈ 19 ના રોજ કરાશે. વડા પ્રધાન ઋષિ સુનકે પોતાની જાતને રેસથી દૂર રાખી છે, પરંતુ તેમની નજીકના કેટલાક લોકો હોલ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે.