મહારાણી એલિઝાબેથ આખા વિશ્વનું ધ્યાન આકર્ષીત કરનાર એક માત્ર લોકપ્રિય મોનાર્ક હતા. સાચા અર્થમાં તેમના નામના સિક્કા પડતા હતા. રાણી એલિઝાબેથના જીવન પર ઘણી બધી ફિલ્મો અને વેબસીરિઝ બની ચૂકી છે અને તેમાં સૌથી વધુ જો કોઇ પર ચર્ચા જાગી હોય તો તે વેબસીરિઝ ‘ધ ક્રાઉન’ હતી.
૨૦૧૬માં નેટફ્લિક્સ પર રજૂ થયેલી આ વેબસીરિઝમાં મહારાણીની આસપાસ ૧૯૪૭ પછી બનેલી ઘટનાઓ દર્શાવવામાં આવી હતી. ૨૦૦૬માં સ્ટીફન ફ્રિયર્સે ડિરેક્ટ કરેલી ધ ક્વીન નામની ફિલ્મ પ્રદર્શીત કરાઇ હતી. આ ફિલ્મમાં પ્રિન્સ ડાયેનાના મૃત્યુ પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું. તો ૨૦૧૭માં ‘ધ રોયલ હાઉસ ઓફ વિન્ડસર’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ થઇ હતી. આ ડોક્યુમેન્ટરીમાં વાસ્તવિક દૃશ્યો બતાવાયા હતા. હજુ થોડા મહિના પહેલાં જ અમેઝોન પ્રાઈમ પર હિસ્ટોરિયલ ડ્રામા વેબસીરિઝ ‘બિકમિંગ એલિઝાબેથ’ શરૂ થઈ છે. જેમાં મહારાણીના યુવાનીના વર્ષોનો ઘટનાક્રમ રજૂ કરાયો છે.