સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ 72 હુરેનના ટ્રેલરના કેટલાંક સંવાદ અને દ્રશ્યો સામે વાંધો ઉઠાવીને તેને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મના નિર્માતા ગુલાબ સિંહ તંવર જણાવ્યું હતું કે “અમે 10 દિવસ પહેલા ટ્રેલરના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. પરંતુ ટ્રેલર રિલીઝના એક દિવસ પહેલા અમને કુરાનનો સંદર્ભ અને માનવ પગનો સીન કાપવાનું કહેવામાં આવ્યું હતું.” ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે 72 હુરેની લાલચ આપીને લોકોને આતંકવાદી બનાવવામાં આવે છે.
જોકે 72 હુરેનનું ટ્રેલર રિલીઝ કરાયું હતું અને સોશિયલ મીડિયા પર ગરમી વધી હતી. આ ફિલ્મના સમર્થનમાં ઘણા લોકો આગળ આવ્યા હતા, જ્યારે કેટલાંકે વિરોધ કર્યો હતો. સંજય પુરણ સિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મ 72 હુરે 7 જુલાઈ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ 72 હુરેન ફિલ્મ જેહાદના નામે આતંક ફેલાવવા અને આતંકવાદી સંગઠનો દ્વારા લોકોનું બ્રેઈનવોશ કરવા અંગેની છે. ફિલ્મ ’72 હુરેં’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ ધ કેરળ સ્ટોરી અને ધ કશ્મીર ફાઇલ જેવી છે, જેની કહાની અલગ-અલગ છે, પરંતુ ત્રણેય ફિલ્મો ધર્મના નામે ફેલાવવામાં આવતા આતંકવાદનો જોરદાર વિરોધ કરે છે. 72 હુરેન ફિલ્મમાં પવન મલ્હોત્રા, આમિર બશીર, રાશેદ નાઝ, અશોક પાઠક અને સરૂ મૈની મુખ્ય ભૂમિકામાં છે.