પવિત્ર રમઝાન માસના અંતે આવી રહેલ ઇદની શાનદાર ઉજવણી કરવા માટે વિખ્યાત સુપરમાર્કેટ મોરિસન્સ દ્વારા આ વર્ષે ઘરે ઘરે તહેવારની ઉજવણી કરવામાં મદદ મળે તે માટે વિશેષ ઇદ ફૂડ બૉક્સ પ્રસ્તુત કર્યુ છે.
£30ના મુલ્યનુ આ ફૂડ બૉક્સ ઓર્ડર અપાય તેના બીજા દિવસે જ સીધુ ગ્રાહકોના ઘરે પહોંચાડવામાં આવશે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ગ્રાહકોને ટેકો આપવા મોરિસન્સ દ્વારા પૂરા પાડવામાં આવતા ફૂડ બોક્સને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામં આવે છે.
રમઝાન માસનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે ઇદની ઉજવણીની તૈયારી કરતાં મુસ્લિમ ગ્રાહકોની ખાસ પસંદગીને લક્ષમાં રાખીને આ નવા ‘ઈદ ફેસ્ટીવલ સેલિબ્રેશન બોક્ષ’ની પસંદગી કરવામાં આવી છે. મિત્રો, સંબંધીઓ, સ્વજનોને ભેટ આપવા માટે ઉત્તમ એવા આ બોક્સમાં સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ, કસ્ટર્ડ અને સેવરી નાસ્તા સહિત ઇદ ઉત્વની ઉજવણી કરવા માટેની આવશ્યક તમામ ચીજ વસ્તુઓ સામેલ છે. જેથી ગ્રાહકો માટે ઘરે ઇદ ઉત્સવની ઉજવણી સરળ બને.
મોરિસન્સ વર્લ્ડ ફૂડ્સના સિનિયર બાઇંગ મેનેજર નૂર અલીએ જણાવ્યું હતુ કે “આ બૉક્સમાં એવી ખાદ્ય સામગ્રીઓનું મિશ્રણ છે જે મુસ્લિમોને તેમના રમઝાન માસના ઉપવાસ પછી ઈદ ઉજવવામાં મદદ કરશે. અમારા ફૂડ બૉક્સ આ ખૂબ જ મુશ્કેલ સમયે જીવનરેખા સમાન છે અને તે એવા લોકોને જરૂરી ખોરાક પ્રદાન કરી રહ્યા છે જે કાં તો પોતાનું ઘર છોડી શકતા નથી અથવા સુપરમાર્કેટમાં પહોંચવા માટે સંઘર્ષ કરી શકતા નથી. અમારા ફૂડ બૉક્સ નિર્બળ અને સેલ્ફ આઇસોલેટ થયેલા ગ્રાહકોને આવશ્યક ખોરાક પ્રદાન કરે છે. જેનો કોઈ પણ દ્વારા ઓર્ડર આપી શકાય છે અને તેનો આનંદ માણી શકાય છે.”
તે Morrisons.com, એમેઝોન પ્રાઇમ નાઉ અને દરેક મોરીસન્સ સ્ટોરમાં મળી રહે છે. આ ઉપરાંત મોરિસન્સે ડિલિવરૂ સાથે ભાગીદારી કરી છે જેથી ગ્રાહકોને જોઇતી આવશ્યક વસ્તુઓ તે જ દિવસે ડિલિવરૂ રાઇડર દ્વારા તેમના દરવાજા પર પહોંચાડવામાં આવશે.
મોરિસન્સે લૉકડાઉન પહેલા અઠવાડિયાના 10,000 ફૂડ બૉક્સથી ઉત્પાદન શરૂ કર્યું હતુ અને ટૂંક સમયમાં 200,000 બોક્સ સુધી પહોંચવાની અપેક્ષા છે. આ બોક્સ https://www.morrisons.com/food-boxes/box/Eid-Box પર ઉપલબ્ધ છે.