લા નીનાની સાનુકૂળ સ્થિતિને કારણે ભારતમાં આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની હવામાન વિભાગે સોમવારે આગાહી કરી હતી. ચોમાસા દરમિયાન લાંબા-ગાળાની સરેરાશ (87 સે.મી.)ની 106 ટકા વરસાદની ધારણા છે. ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી ઝડપી વિકાસ કરી રહેલા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર માટે મોટી રાહત છે.
ચોમાસું ભારતના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, કારણ કે દેશમાં 52 ટકા ખેતી ચોમાસા આધારિત છે. તે સમગ્ર દેશમાં વીજ ઉત્પાદન ઉપરાંત પીવાના પાણી માટે મહત્ત્વપૂર્ણ એવા જળાશયોની ભરવા માટે પણ નિર્ણાયક છે.
આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં સિઝન દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની ધારણા છે. જો કે, મૉડલોએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ચોમાસાના વરસાદ વિશે કોઈ “સ્પષ્ટ સંકેત” આપ્યા નથી
IMDના વડાએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદની 29 ટકા, સામાન્ય કરતાં વધુ વરસાદની 31 ટકા અને વધુ વરસાદની 30 ટકા સંભાવના છે. 50 વર્ષની સરેરાશ 87 સે.મી.ના 96 ટકા અને 104 ટકા વચ્ચેના વરસાદને ‘સામાન્ય’ ગણવામાં આવે છે. લાંબા ગાળાની સરેરાશના 90 ટકાથી ઓછો વરસાદ ‘ખાધ’ ગણાય છે
દેશમાં 22 લા નીના વર્ષોમાંથી 20 વર્ષમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે.