Snowstorm hits Northeast America again, more than 450 flights canceled
(Photo by PATRICK T. FALLON/AFP via Getty Images)

કેલિફોર્નિયાથી લઇને ન્યૂયોર્ક સહિતનું ઉત્તરપૂર્વ અમેરિકામાં મંગળવારે સ્ટોનસ્ટોર્મથી જન જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભયાનક બરફવર્ષાને કારણે લગભગ 450 ફ્લાઇટ રદ કરાઈ હતી અને 500થી વધુ વિલંબિત થઈ હતી. કનેક્ટિકટ, ન્યુયોર્ક, મેસેચ્યુસેટ્સ, ન્યુ જર્સી અને રોડ આઇલેન્ડ સહિતના ઉત્તરપૂર્વના મંગળવાર બપોર સુધી ભારે બરફવર્ષના આગાહી કરાઈ હતી. સ્ટોનસ્ટોર્મને કારણે બોસ્ટનમાં 5 ઇંચ, વેસ્ટર્ન મેસેચ્યુસેટ્સમાં 10 ઇંચ,  ઉત્તરપશ્ચિમ કનેક્ટિકટ અને દક્ષિણ વર્મોન્ટમાં પણ 10 ઇંચ (25 સેમી) સુધી બરફવર્ષના આગાહી કરાઈ હતી. ગયા અઠવાડિયના બરફના તોફાન અને ભારે પવનોથી ઝઝૂમી રહેલા મિશિગનમાં આશરે દોઢ લાખ ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી.

અમેરિકાના પ્રાદેશિક ધોરણો આ બ્લોકબસ્ટર સ્ટોર્મ ન હતું, પરંતુ ઉત્તરપૂર્વ અમેરિકાએ હળવા શિયાળામાં પણ અનુભવેલું આ ભયાનક સ્ટોસ્ટોર્મ હતું. મંગળવારની સવારની મુસાફરી શરૂ થતાં જ બોસ્ટનનું જીવન મુશ્કેલ બની ગયું હતું. કનેક્ટિકટ, ન્યુયોર્ક, મેસેચ્યુસેટ્સ, ન્યુ જર્સી અને રોડ આઇલેન્ડ સહિતના ઉત્તરપૂર્વના ભાગોમાં મંગળવાર બપોર સુધી ભારે બરફવર્ષા થવાની વોર્નિંગ અપાઈ હતી.

મેસેચ્યુસેટ્સમાં ડઝનેક શાળા જિલ્લાઓ બંધ કરાઈ હતી અથવા મોડી ખોલાઈ હતી. મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હેલીએ એક્ઝિક્યુટિવ બ્રાન્ચના તમામ બિન-ઇમર્જન્સી રાજ્ય કર્મચારીઓને મંગળવારે ઘરે રહેવાની સૂચના આપી હતી.

મંગળવારની શરૂઆત સુધીમાં ન્યુ યોર્ક સિટી કેટલાંક ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ બરફ જોવા મળ્યો મળ્યો હતો. આ સિઝનમાં પ્રથમ વાર જમીનના થર જામ્યા હતા.

લોસ એન્જલસની પૂર્વમાં આવેલા સાન બર્નાર્ડિનો કાઉન્ટીએ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. અહી શનિ રવિવારે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ભારે બરફના કારણે સેંકડો વાહનચાલકો ઊંચાઈએ ફસાયા હતા. ક્રેસ્ટલાઇનમાં વિજ્ઞાન શિબિરમાં ડઝનેક પ્રાથમિક શાળાના આશરે 600 બાળકો લગભગ એક અઠવાડિયાથી ફસાયેલા હતા, પરંતુ રાજ્યના હાઇવે પેટ્રોલિંગ ઓથોરિટીની મદદથી તેમને બચાવી લેવાયા હતા. કાઉન્ટી ફાયર વિભાગે ગંભીર તબીબી સંભાળની જરૂર હોય તેવા લોકો સુધી પહોંચવા માટે બરફના ખાસ વાહનોનો ઉપયોગ કર્યો હતો.

કેલિફોર્નિયાના કેટલાક ભાગો હજુ પણ ગયા અઠવાડિયે આવેલા શક્તિશાળી તોફાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે વધુ એક સ્નોસ્ટોર્મનો શિકાર બન્યા છે.

લોસ એન્જલસની ઉત્તરે આવેલા વેલી અને પર્વતીય વિસ્તારો માટે કોલ્ડ વેધર એલર્ટ જારી કરાયો હતો.  અહીં સમગ્ર સપ્તાહ દરમિયાન રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે જવાની ધારણા છે. રહેવાસીઓ માટે આશ્રયસ્થાનો ખોલવામાં આવ્યા હતા.

અગાઉ કેન્સાસ, ઓક્લાહોમા અને ઉત્તરપશ્ચિમ ટેક્સાસમાં નવ ટોર્નેડોના અહેવાલો હતા. કેન્સાસના લિબરલ નજીક એક ટોર્નેડોએ એક ડઝનથી વધુ ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું અને એક વ્યક્તિને નાની ઈજાઓ થઈ હતી.

LEAVE A REPLY