ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેન અથડાતા તેમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 900 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવે તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ 650 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે દિલ્હીમાં પ્રધાનો અને અધિકારીઓની ઉચ્ચ કક્ષાની મીટિંગ બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ઓડિશા મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ઘટના સ્થળની અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તમામ મદદ ખાતરી આપી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઊતરી ગઈ હતી. ત્યાર પછી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઊભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પહેલાં યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઊતરી હતી, તેના કેટલાક કોચ બીજા ટ્રેક પર પલટી ગયા અને બીજી બાજુથી આવતી શાલિમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ પછી કોરોમંડલ ટ્રેનની કેટલીક બોગીઓ પણ પાટા પરથી ઊતરી હતી. આ બોગી અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. કેટલીક બોગી માલગાડીની ઉપર ચઢી ગઈ હતી.

LEAVE A REPLY