ચીનનાં વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો ચેપ મહિનાઓ પછી પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ વિશ્વભરમાં 2.5 કરોડનો આંકડો વટાવી ચૂક્યા છે. તે જ સમયે, લગભગ સાડા આઠ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા કોષ્ટક મુજબ, અમેરિકામાં ચેપના 59 લાખ કેસ છે.
આ પછી બ્રાઝિલમાં 38 લાખ અને ભારતમાં 35 લાખ કેસ છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટેના અમેરિકાનાં કેન્દ્ર અનુસાર, વિશ્વભરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઘણી વધારે હોવાનું અનુમાન છે. કેન્દ્રનાં જણાવ્યા મુજબ, મર્યાદિત તપાસની ક્ષમતા અને ચેપનાં સંકેતો ન હોવાનાં કિસ્સાઓને કારણે અમેરિકામાં ચેપની સંખ્યા વધુ હોઈ શકે છે. આ રોગચાળોએ સમગ્ર વિશ્વમાં 843,238 થી વધુ લોકોનો ભોગ લીધો છે. જેમાં અમેરિકામાં 1,82,779 લોકોનાં મૃત્યુ થયા છે,આ પછી, બ્રાઝિલમાં 1,20,262 લોકો અને મેક્સિકોમાં 63,819 લોકોનાં મોત થયાં છે.