More than 11,500 police officers were mobilized for the coronation

મેજેસ્ટીઝ કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેક અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે આશયે 11,500થી વધુ પોલીસ અધિકારીઓને સેન્ટ્રલ લંડનની શેરીઓમાં ખડકી દેવાયા હતા. આ પ્રસંગ માટે સમગ્ર યુકે અને વિદેશના સાથીદારો ઉપરાંત ઘણી એજન્સીઓ અને ભાગીદારોએ સમર્થન આપ્યું હતું.

ઓપરેશનનું નેતૃત્વ કરનાર કમાન્ડર કેરેન ફિન્ડલેએ કહ્યું હતું કે “આ એક શાનદાર ટીમ પ્રયાસ રહ્યો છે અને મેટમાં દરેકને અમારી ભૂમિકા ભજવવા બદલ ખૂબ ગર્વ છે. અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની હતી કે લંડનમાં આવનાર હજારો લોકો અને વિશ્વભરના લાખો લોકો સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રાજ્યાભિષેકનો આનંદ માણી શકે. આ માટે મદદરૂપ થનાર તમામનો હૃદયપૂર્વક આભાર માનુ છું. અમે કરેલી ધરપકડોને પગલે અમે જાહેર ચિંતાને સંપૂર્ણપણે સમજીએ છીએ. વિરોધ કાયદેસર છે અને તે વિક્ષેપકારક હોઈ શકે છે. અમારી ફરજ સંબંધિત કાયદા અનુસાર પ્રમાણસર પગલા લેવાની છે. જ્યારે વિરોધ ગુનાહિત બની જાય અને ગંભીર વિક્ષેપ પેદા કરી શકે ત્યારે દખલ કરવાની અમારી પણ ફરજ છે.”

વિરોધકર્તાઓ રાજ્યાભિષેક સરઘસને વિક્ષેપિત કરવા, સાર્વજનિક સ્મારકોને રંગથી વિકૃત કરવા, અવરોધોનો ભંગ કરવા અને સત્તાવાર હિલચાલને વિક્ષેપિત કરવા માટે પ્રયાસ કરશે એવી માહિતી મળ્યા પછી છેલ્લા 24 કલાકમાં પોલીસે નોંધપાત્ર પોલીસ ઓપરેશન પાર પાડ્યું હતું.

LEAVE A REPLY