કોરોના વાયરસનો રોગચાળો વિશ્વને તેના ઘૂંટણ પર લાવ્યો છે. આલમ એ છે કે અમેરિકામાં કોરોનાવાયરસથી મૃત્યુ ની સંખ્યા પહેલા વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનારા અમેરિકન સૈનિકોની સંખ્યાને પાછળ છોડી દીધી છે. તે જ સમયે, ચીનની રાજધાની માં કોરોના વાયરસની બીજી લહેર પછી, બેઇજિંગમાં લોકડાઉનની પરિસ્થિતિ આવી છે. 1200 થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં સ્કૂલ-મોલ્સ બંધ કરાયા છે.
જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 740 મૃત્યુ સાથે, યુનાઇટેડ સ્ટેટ્સમાં કુલ મૃત્યુની સંખ્યા ૧,૨૦,૦૦૦ પર પહોંચી ગઈ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા લોકો કરતા વધારે છે, વર્લ્ડ વૉર ૧ માં ૧,૧૬,૭૦૮ લોકોના મૃત્યુ થયા હતા.
છેલ્લા 24 કલાકમાં USમાં કોરોના વાયરસના ચેપના 23,351 નવા કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ ૨૨,૫૧,૧૪૭ કેસ પહોંચી ચૂક્યા છે. અમેરિકા કોરોના વાયરસથી પ્રભાવિત વિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો છે. અગાઉ, એપ્રિલના અંતમાં, US માં કોરોના વાયરસથી માર્યા ગયેલા લોકોની સંખ્યા, વિયેટનામ યુદ્ધમાં અમેરિકન સૈનિકોની સંખ્યા કરતાં વધી ગઈ હતી.
હકીકતમાં, અમેરિકાએ અર્થવ્યવસ્થાને યોગ્ય રાખવા માટે ઘણા ઉદ્યોગો અને વ્યવસાયો ફરીથી ખોલ્યા છે. આને કારણે, ત્યાં દરરોજ લગભગ 20,000 નવા કોરોના કેસ બહાર આવે છે. બધા રાજ્યોમાં નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. ટ્રમ્પ પ્રશાસને આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને કારણે અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો કોરોના વાયરસની બીજી લહેર આવે તો પણ કોઈ લોકડાઉન કરવામાં આવશે નહીં.