વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાનને તાકીદે રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવાની તથા અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરવાની પણ સૂચના આપી હતી.
મોદીએ આ ઘટના અંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમો મોકલવાની સૂચના આપી હતી.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે મોરબીની મચ્છુ નદી પરનો લગભગ એક સદી જૂનો ઝૂલતો પુલ રવિવારે સાંજે તૂટી પડતા ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા.પુલ પર ઉભેલા કેટલાય લોકો નદીમાં પડી ગયા હતા.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) તરફથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000,ની સહાય મળશે. પુલ, જે તાજેતરમાં નવીનીકરણ પછી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો, તે તૂટી પડ્યો હતો કારણ કે તે તેના પર ઉભેલા લોકોનું વજન સહન કરી શકતો નથી, અધિકારીઓએ જણાવ્યું હતું.