મોરબીમાં તાજેતરમાં કુખ્યાત મમુ દાઢીની ફિલ્મી સ્ટાઇલથી હત્યા બાદ બુધવારે મોડી રાત્રે પાંચ જેટલા ઈસમોએ મોરબી કોંગ્રેસના આગેવાન અને નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી.
મૃતક ફારૂકભાઈના પત્ની રઝિયાએ મોરબીના બી ડિવિઝન પોલીસ મથકે દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા આ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પત્નીએ ફરિયાદમાં આરોપ મુક્યો હતો કે આરોપીઓએ અગાઉથી ચૂંટણી મુદે તેમના પરિવાર વચ્ચે વિવાદમાં હત્યા કરી છે. ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ પોતાના ઘરે હાજર હતા ત્યારે પાંચ શખ્સએ ધારીયા, છરી જેવા ઘાતક હથિયારો લઇ પિતા,પુત્ર ઉપર હુમલો કરી ફરાર થઇ ગયા હતા. પિતા પુત્રને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા બનાવ ડબલ મર્ડરનો કેસ થયો હતો. ઘટનાની જાણ થતાં સમર્થકો અને સંબંધીઓ હોસ્પિટલમાં આવી પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું. તેનાથી જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.