India's GDP growth is expected to slow to 7% this year
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતનું અર્થતંત્ર 2021-22ના નાણાકીય વર્ષમાં 13.7 ટકાની અસાધારણ વૃદ્ધિ નોંધાવે તેવો અંદાજ છે. કોરોના વેક્સિનેશનન સાથે બજારના વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે અને બિઝનેસ એક્ટિવિટી રાબેતા મુજબ થઈ રહી છે, એમ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગુરુવારે જણાવ્યું હતું. 2020-21ના નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં સાત ટકાનો ઘટાડાનો અંદાજ છે.

મૂઝે ગયા વર્ષના નવેમ્બરમાં જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર FY’22માં 10.8 ટકા વૃદ્ધિ નોંધાવી શકે છે. આ અંદાજમાં હવે વધારો કરવામાં આવ્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના સહાયક એમડી જેને ફેંગે જણાવ્યું હતું કે, અમારો વર્તમાન અંદાજ એ છે કે માર્ચ 2021માં સમાપ્ત થનાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 7 ટકા ઘટાડો થશે. અમે આર્થિક ગતિવિધિઓ સામાન્ય થતા અને આધારભૂત પરિબળોને ધ્યાનમાં રાખતા આગામી નાણાંકીય વર્ષે અર્થવ્યવસ્થામા 13.7 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખીયે છીએ. તે ઉપરાંત અન્ય રેટિંગ એજન્સી ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતી નાયરે જણાવ્યું હતું કે, ચાલુ નાંણાકીય વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના ત્રીજા ક્વાર્ટરમા આર્થિક વિકાસદર 0.3 ટકા રહેવાની અપેક્ષા છે. ઇકરાનું માનવું છે કે ભારતીય અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષમાં સાત ટકા ઘટાડો થશે, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં 10.5 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે.