(Photo by Leon Neal/Getty Images)

સંસદની ચૂંટણીમાં ઉભા હોવાની જાહેરાત કર્યાના આઠ દિવસ બાદ જ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે જ્યોર્જ ગેલોવેની વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટનના ઉમેદવાર તરીકે ખસી જવાની જાહેરાત કરી હતી. પાનેસર 30 એપ્રિલે વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટનમાં જોડાયા હતા.

42 વર્ષીય પૂર્વ સ્પિનરે મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીના ઉમેદવાર વિરેન્દ્ર શર્મા સામે ઈલિંગ સાઉથોલની બેઠક પર ઊભા રહેવાનો ઈરાદો દર્શાવ્યો હતો.

પાનેસરે કહ્યું હતું કે “આજે હું વર્કર્સ પાર્ટી માટે સામાન્ય ચૂંટણીના ઉમેદવાર તરીકે ખસી રહ્યો છું. મારા રાજકીય ઘરને સાંભળવા, શીખવા અને શોધવા માટે મને વધુ સમયની જરૂર છે અને મારા રાજકીય પગને પરિપક્વ થવા થોડો સમય ફાળવવા માટે આતુર છું.”

લંડનની ઉત્તરે આવેલા લુટનમાં જન્મેલા મુધસુદન સિંઘ (મોન્ટી) પાનેસરનો જન્મ, ભારતીય પંજાબમાંથી સ્થળાંતર કરીને યુકે આવેલા શીખ માતા-પિતાનેત્યાં થયો હતો અને તેઓ 2006 અને 2013ની વચ્ચે ઇંગ્લેન્ડ વતી ક્રકેટ રમ્યા હતા.

તેમની પાર્ટીના નેતા ગેલોવે ડાબેરી વિચારો માટે જાણીતા છે અને તાજેતરમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર જાહેર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગાઝામાં હમાસ સામે ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી અંગેના વલણ માટે લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરની ટીકા કરી હતી.

LEAVE A REPLY