મોન્ટાનાએ શુક્રવારે ટિકટોકના ડાઉનલોડ પર પ્રતિબંધ મૂકતા બિલને બહાલી આપી હતી. ચીનના આ શોર્ટ વીડિયો એપ પર આવી આકરી કાર્યવાહી કરનારું તે અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે. SB 419 નામના બિલથી એપ સ્ટોર્સમાથી ટિકટોક ડાઉનલોડ કરવાનું ગેરકાયદેસર બન્યું છે. કંપની પણ રાજ્યમાં તેનો બિઝનેસ કરી શકશે નહીં. જોકે અગાઉથી આ એપનો ઉપયોગ કરે છે તેને છૂટ આપવામાં આવી છે.
આમ ચાઇનીઝ એપ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારું તે અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે. મોન્ટાનામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકાયો છે તે જ કારણોસર ભારતમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. મોન્ટાનાના લૉ મેકર્સ માને છે કે ટિકટોક ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીનું એક ટૂલ છે જેનો ઉપયોગ પ્રાઈવેટ ઈન્ફર્મેશનની ચોરી માટે કરવામાં આવે છે. ચીન આ પ્રાઈવેટ ઈન્ફોર્મેશનનો ખોટા કામમાં પણ ઉપયોગ કરી શકે છે. અગાઉ અમેરિકામાં તમામ સરકારી ડિવાઈસથી પણ ટિકટોકને બેન કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.મોન્ટાનાની જેમ જ અમેરિકાના બીજા રાજ્યોમાં પણ ટિકટોકને બેન કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.