ફાઇલ ફોટો (ANI Photo)

દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ખુશ ખબર આપતા બુધવારે આગાહી કરી હતી કે નૈઋત્યનું ચોમાસુ સમયસર એટલે કે 31મેની આસપાસ કેરળમાં આવી પહોંચવાની ધારણા છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં ચાર મહિનાના ચોમાસાની સિઝનનો પ્રારંભ થતો હોય છે

હવામાન વિભાગે (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાનું આ આગમન વહેલું નથી. તે સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.

ગયા મહિને IMDએ જૂન-સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈને  કૃષિ ક્ષેત્ર માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળામાં થાય છે.

સારા વરસાદની તરફેણ કરતા બે પરિબળો પૈકી એક પોઝિટિવ ઇન્ડિયન ઓશીન ડિપોલ (IOD) છે. આઇઓડી એટલે પશ્ચિમની તુલનામાં પૂર્વમાં હિંદ મહાસાગરમાં સામાન્ય કરતાં ઠંડુ વાતાવરણ. તેનાથી દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ લાવવામાં મદદ મળે છે. IOD હાલમાં ‘ન્યૂટ્રલ’ છે અને ઓગસ્ટ સુધીમાં પોઝિટિવ થવાની ધારણા છે. બીજું સાનુકૂળ પરિબળ ઉત્તર ગોળાર્ધ અને યુરેશિયામાં સામાન્ય કરતાં ઓછું બરફનું આવરણ હતું. સામાાન્ય રીતે અહીં બરફના સ્તર અને ચોમાસા વચ્ચે વિપરીત સંબંધ હોય છે.

LEAVE A REPLY