Sardar Vallabhbhai Patel International Airport
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં 3 ઓગસ્ટ સુધી મંકીપોક્સના આઠ કેસ નોંધાયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.ગુજરાતના આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં છેલ્લા એક મહિનાથી વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં મંકીપોક્સનો હજુ સુધી એકપણ દર્દી નોંધાયો નથી.

અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઇ, બેંગલુરુ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. મુસાફરને તાવ, પીઠ તેમજ સ્નાયુમાં દુઃખાવાના લક્ષણ જોવા મળે તેમને સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટમાં વિદેશથી આવતા જે પણ મુસાફરમાં મન્કીપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેમના ટેસ્ટ કરાશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મન્કીપોક્સના ૮ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.