એશિયા કપ અને ODI વર્લ્ડ કપના મુદ્દે ભારત અને પાકિસ્તાન વિવાદ ચાલે છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાને BCCIની ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ‘અહંકારી‘ બન્યું છે અને ‘સુપર પાવર‘ જેવું વર્તન કરે છે.
ઇમરાને જણાવ્યું હતું કે “તે એક દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ મામલો છે. ભારત હવે ક્રિકેટની દુનિયામાં સુપરપાવર તરીકે વર્તે છે. તેમનામાં ઘણો ઘમંડ છે. ભારતે કોની સાથે રમવું અને કોની સાથે ન રમવું તે અંગે બીસીસીઆઇ સુપરપાવરની જેમ વર્તે છે. ઈમરાનખાને ભારતના એક રેડિયો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, મને વિચિત્ર લાગે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ પાક ખેલાડીઓને આઈપીએલમાં રમવાની પરવાનગી નહીં આપીને પોતાનો અહંકાર દેખાડી રહ્યુ છે કારણ કે તેની પાસે નાણાની રેલમછેલ છે. ક્રિકેટ જગતમાં ભારત સુપરપાવર બની ગયુ છે. જેનુ અભિમાન ભારતને આવી ગયુ છે. ભારતીય બોર્ડ મનમાની કરીને નક્કી કરે છે કે કોની સાથે રમવુ અને કોની સાથે નહીં.