રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને કોર્ટે રાહત આપી છે. જેકલીને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હીની કોર્ટ પાસે દુબઈ જવાની મંજૂરી માગી હતી તે મળી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેકલીને ગત બુધવારે કોર્ટમાં અરજી કરી હતી અને શુક્રવારે તેના પર સુનાવણી કરતા કોર્ટે તેમને દુબઈ જવાની મંજૂરી આપી છે. જેકલીને 27થી 30 જાન્યુઆરી સુધી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુબઈ જવા આ મંજૂરી માગી હતી. EDએ જેક્લીનની અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે જેકલીન ફર્નાન્ડીઝ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. ED દ્વારા લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝની તપાસ ચાલી રહી છે. ED અનેક વખત આ મામલે પૂછપરછ કરી ચૂકી છે.
આ અગાઉ ડિસેમ્બરમાં પણ જેકલીને પોતાના પરિવારને મળવા માટે વિદેશ જવાની મંજૂરી માગી હતી. જોકે, પછી તેણે તે અરજી પરત લઇ લીધી હતી. આ વખતે જેકલીને ફરીથી અરજી કરી હતી, જેમાં કોર્ટે તેને મંજૂરી આપી છે. જોકે, તેણે વિદેશ યાત્રા દરમિયાન તે જ્યાં રહેશે ત્યાંની માહિતી આપવી પડશે.