યુકેમાં મનીગ્રામની NHSના હીરોઝ માટે 20 ટકાની રાહતની ખાસ ઓફર

0
556

યુકેમાં NHS સ્ટાફની સેવાઓની હોલમાં કોરોનાના રોગચાળા સામેના જંગમાં ચોતરફથી પ્રશંસા કરાઈ રહી છે ત્યારે ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફર સેવાઓમાં અગ્રણી, મનીગ્રામ તરફથી NHS ના હીરોઝ માટે તેમની પોતાના વતન પૈસા મોકલવાની સેવામાં ફીઝમાં 20 ટકા રાહતની ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફરનો લાભ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ તેમજ સમગ્ર યુકેમાં પોસ્ટ ઓફિસ કે ટેસ્કો લોકેશન્સ ખાતેથી પૈસા મોકલવામાં આવે ત્યારે પણ મળશે. પોસ્ટ ઓફિસ કે ટેસ્કો દ્વારા પૈસા મોકલવા આવે ત્યારે સ્ટાફે ફક્ત પોતાનું NHS આઈડી સાથે રાખવાનું રહેશે અને પોતાના ટ્રાન્ઝેક્શનમાં ‘NHSHERO’ લખવાનું રહેશે.

ટેસ્કો દ્વારા તો મંગળવારે (સવારે 8 થી 9), ગુરૂવારે (સવારે 9 થી 10) અને રવિવારે (સવારે 9-10) ખાસ NHS સ્ટાફ માટે વહેલા ટ્રાન્ઝેક્શન્સની સુવિધા અપાઈ રહી છે, એ સમયે તેઓ પોતાનું ગ્રોસરી શોપિંગ ઓછી ભીડમાં કરી શકે છે અને સાથે સાથે પૈસા મોકલવાનું કામ પણ પતાવી શકે છે, જેનાથી તેમને સમયની સાનુકુળતા રહે.

મનીગ્રામના યુકે કી પાર્ટનરશિપ્સના હેડ રીચાર્ડ મેરેડિથે આ ઓફર વિષે જણાવ્યું હતું કે, ‘અમે આપણા NHS સ્ટાફને મુશ્કેલીના આ સમયમાં સપોર્ટ કરતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. અમે પોતાના લાંબા ગાળાના પાર્ટનર્સ સાથે નિકટ રહીને કામ કરી NHS સ્ટાફ માટે મની ટ્રાન્સફર થોડું વધુ આસાન કરી રહ્યા છીએ.’

મનીગ્રામની આ ઓફર મનીગ્રામ એપ ઉપર ઓનલાઈન તેમજ સ્ટોર્સમાં પણ શરૂ થઈ ગઈ છે અને તે 30 જુન સુધી અમલી રહેશે.