Momentum in Foreign Trade in Rupees
પ્રતિકાત્મક તસવીર

ભારતીય ચલણ રૂપિયામાં વિદેશી વેપારને પ્રોત્સાહન આપવાની નીતિને મોમેન્ટમ મળી રહ્યું છે. માત્ર છ મહિનામાં ૪૯ સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ  ખોલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ખોલવામાં આવેલા ૪૯ વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટ્સ ઉપરાંત ઘણા વધુ માટે નિયમનકારી મંજૂરીની રાહ જોવાઈ રહી છે.  

રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખાતા દ્વારા આઠ દેશો સાથે રૂપિયામાં વેપાર કરી શકાય છે. આ દેશો રશિયામોરેશિયસશ્રીલંકામલેશિયામ્યાનમારસિંગાપોરઈઝરાયેલ અને જર્મની સામેલ છે. 

રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની પૃષ્ઠભૂમિ સામે રૂપિયામાં વિદેશી વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ભારત સતત પ્રયાસો કરી રહ્યું છે. આ ક્રમમાંભારતીય રિઝર્વ બેંકે જુલાઈ ૨૦૨૨માં સ્થાનિક ચલણમાં ક્રોસ બોર્ડર બિઝનેસ ટ્રાન્ઝેક્શન પર વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી.  

રશિયાની સૌથી મોટી બેંક સ્બેરબેન્ક અને બીજી સૌથી મોટી બેંક વીટીબી બેંક ગયા વર્ષે જુલાઈમાં આરબીઆઈ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડયા બાદ રૂપિયામાં વેપાર કરવાની પરવાનગી મેળવનારી પ્રથમ વિદેશી બેંક બની હતી. અન્ય એક રશિયન બેંક ગેઝપ્રોમ્બેન્કએ પણ કોલકાતા સ્થિત યુકો  બેંકમાં આ ખાતું ખોલાવ્યું છે. જોકે આ રશિયન બેંકની ભારતમાં કોઈ શાખા નથી.  

સ્ટેટ બેંક મોરિશિયસ લિમિટેડ અને પીપલ્સ બેંક ઓફ શ્રીલંકાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલ્યું છે. બેંક ઓફ સિલોને ચેન્નાઈમાં તેની ભારતીય પેટાકંપની સાથે વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ આરઓએસ બેંક રશિયા સાથે ખાસ રૂપિયાના ખાતા ખોલ્યા છે જ્યારે ચેન્નાઈમાં ઈન્ડિયન બેંકે એનડીબી બેંક અને સિલોન બેંક સહિત ત્રણ શ્રીલંકાની બેંકોમાં રૂપિયાના વિશેષ ખાતા ખોલ્યા છે. 

 

 

LEAVE A REPLY