Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોવિડ-19 રાહત ફંડમાંથી 20 લાખ ડોલરથી વધુ રકમની ઉચાપત કરનારા મેરીલેન્ડના વતનીને 41 મહિનાની સજા ફટકારવામાં આવી છે, એમ અમેરિકન એટર્ની ફિલિપ આર સેલિંગરે જણાવ્યું હતું.

મેરીલેન્ડના ગ્રીનબેલ્ટનો 43 વર્ષનો મોહમ્મદ કામરા અમેરિકન જિલ્લા ન્યાયાધીશ એસ્થર સાલાસ સમક્ષ દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના આરોપમાં બે કાઉન્ટમાં દોષિત ઠર્યો હતો. નેવાર્ક ફેડરલ કોર્ટમાં જજ સાલાસે તેને સજા ફટકારી હતી.

એફબીઆઇ નેવાર્ક સ્પેશ્યલ એજન્ટ ઇનચાર્જ જેમ્સ ઇ ડેનેહીએ જણાવ્યું હતું કે ગુનેગારોએ દર્શાવ્યું છે કે તેઓ કોઈપણ રીતે ચોરી કરવાનો રસ્તો શોધી જ કાઢશે, પછી હરિકેન, યુદ્ધ અને કોવિડ-19 જેવી કટોકટી કેમ ન હોય. કામરાએ સ્વીકાર્યુ હતું કે તેણે સંઘર્ષ કરતાં ધંધાકીય માલિક તરીકે ફેડરલ લોન સમક્ષ કરેલી અરજીમાં ખોટી વિગતો દર્શાવી હતી. તેણે ખોટું બતાવ્યું હતું કે રોગચાળો ટોચે પહોંચ્યો ત્યારે તેનો કારોબાર બંધ કરવાની ફરજ પડી હતી.

છેતરપિંડી કરનારાઓ તે ધારણા કરતાં બંધ થઈ જવા જોઈએ કે શાસનમાં તેટલી અમલદારશાહી છે કે તેઓને અરજી કરશે અને તેમને રકમ મળી જશે અને તેઓ આ પ્રકારની છેતરપિંડી આચરવા દરમિયાન ક્યારેય પકડાશે નહીં. અમે આવા જ ફ્રોડસ્ટર કામરાને શોધી કાઢ્યો છે અને આવા બીજા અનેક ફ્રોડસ્ટરોને પણ શોધી કાઢીશું.

કોર્ટ સમક્ષ ફાઇલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવાયું હતું કે કામરા અને બીજા લોકોએ ઇકોનોમિક ઇન્જરી ડિઝાસ્ટર લોન્સ (ઇઆઇડીએલ)  સમક્ષ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ) માટે બનાવટી અરજી કરી હતી. તેઓએ આ માટે અન્ય વ્યક્તિઓના નામ અને એકમોનો તેમની મંજૂરી વગર બનાવટપૂર્ણ રીતે ઉપયોગ કરીને આ કાર્યને અંજામ આપ્યો હતો.

LEAVE A REPLY