જેલમાં ધકેલી દેવાયેલા ડર્બીના ડ્રગ ડીલર મોહમ્મદ હુસૈને જેલની સજામાંથી બચવા માટે અરજી કરી જણાવ્યું હતું કે તેને માર મારનાર ‘ઠગ્સ ઇન બાલાક્લાવાસ’એ મને ડ્રગ્સનો સોદો કરવાની ફરજ પાડી હતી. તેના માથા પર દેવું થયું હોવાથી તે શહેરની શેરીઓમાં કોકેન અને ગાંજો વેચતો હતો.
ડર્બી ક્રાઉન કોર્ટે સાંભળ્યું કે બે કારમાંથી અને નોર્મન્ટનમાં તેના સરનામા પરથી £3,300 જેટલા ગેરકાયદે પદાર્થો મળી આવ્યા હતા જે બદલ તેને બે વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી.