નાઇટ શિફ્ટમાંથી પાછા ફરતી વખતે 40 માઇલ પ્રતિ કલાકની ઝોનમાં 62 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર હંકારવા બદલ કાઢી મૂકવામાં આવેલા ડાયાબિટીક નેટવર્ક રેલ વર્કર મોહમ્મદ યુસુફ અલીને £66,000નું વળતર ચૂકવવા ટ્રાઇબ્યુનલે આદેશ આપ્યો હતો.
ટાઈપ I ડાયાબિટીસથી પીડિત મોહમ્મદ યુસુફ અલીએ ટ્રાઇબ્યુનલે કહ્યું હતું કે ‘’હું સામાન્ય રીતે પાંચ મિનિટમાં એપિસોડ સુધારવા માટે જે લુકોઝેડ ટેબ્લેટ્સ પર આધાર રાખુ છું અને તે ‘વાસી’ હતી અને તેના એપીસોડ દરમિયાન ‘કિક ઇન થઈ’ ન હતી. જેને કારણે ડ્યુઅલ કેરેજવે પર સ્પીડ મર્યાદા 60 માઇલ પ્રતિ કલાકથી ઘટીને 40 માઇલ પ્રતિ કલાકની થઈ ગઈ હોવાનો ખ્યાલ આવ્યો ન હતો. જેથી 62 માઇલ પ્રતિ કલાકની ઝડપે ડ્રાઇવિંગ કરતો સ્પીડ કૅમેરા દ્વારા મને પકડી લેવાયો હતો.’’
વરિષ્ઠ ટેકનિકલ અધિકારી મોહમ્મદ યુસુફ અલીને કંપનીના ‘લાઇફ સેવિંગ નિયમ’નો ભંગ કરવા બદલ વાર્ષિક £38,000ની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અલીએ નેટવર્ક રેલ સમક્ષ ડાયાબિટીસને કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો ટ્રાઇબ્યુનલમાં દાવો કર્યો હતો. તેઓ અપંગતાના ભેદભાવ અને ખોટી રીતે બરતરફીના દાવા જીત્યા હતા.