દુબઈમાં COP28 ક્લાઈમેટ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ રાષ્ટ્રોને વૈશ્વિક ઉત્સર્જનમાં ધરખમ ઘટાડો કરવા સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી અને લોકોની ભાગીદારી સાથે કાર્બન સ્કિન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી “ગ્રીન ક્રેડિટ” પહેલની જાહેરાત કરી હતી.
ક્લાઈમેટ સમિટમાં મોદીએ કહ્યું હતું કે ભારતનું ઉત્સર્જન અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે જેમની વસ્તી ઘણી ઓછી છે. ભારતની વસ્તી વૈશ્વિક વસ્તીના 17 ટકા છે, પરંતુ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ભારત માત્ર 4 ટકા હિસ્સો આપે છે. અમે NDC લક્ષ્યો હાંસલ કરવામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વાસ્તવમાં, અમે અમારા બિન-અશ્મિભૂત ઇંધણ લક્ષ્યાંકો પર નવ વર્ષ પહેલા પહોંચી ગયા છીએ. મોદીએ રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC)નો ઉલ્લેખ કરતા કહ્યું કે ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા અસરોને અનુકૂલિત કરવા એક્શન પ્લાનની જરૂર છે.
મોદીએ 2028માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો.
દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય.