A petition was launched against the BBC documentary demanding an independent investigation
(ANI Photo)

યુક્રેન યુદ્ધના સંદર્ભમાં પરમાણુ મથકોની સલામતી અને સુરક્ષા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી વારંવારની ચિંતાથી રશિયાને ઊંડી અસર પડી હતી અને તેનાથી વૈશ્વિક આફતને સારી રીતે ટાળી શકાઈ હતી, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના ડિરેક્ટર બિલ બર્ન્સે જણાવ્યું હતું.   

PBSને આપેલા ઇન્ટરવ્યૂમાં બર્ન્સે જણાવ્યું હતું કે “મને લાગે છે કે ભારતમાં પીએમ મોદી અને ચીનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ ખૂબ જ ઉપયોગી રહી છે. મને લાગે છે કે રશિયનો પર પણ તેની અસર પડી રહી છે.”   

યુક્રેન દ્વારા વળતો પ્રહાર શરૂ કરીને રશિયા દ્વારા કબજે કરવામાં આવેલા કેટલાક પ્રદેશો પાછા લેવામાં આવ્યા પછી પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરના અઠવાડિયામાં મોસ્કોને બચાવવા માટે “તમામ માધ્યમો”નો ઉપયોગ કરવા વિશે કેટલીક સ્પષ્ટ ચેતવણીઓ આપી છે.  

સીએનએનના જણાવ્યા અનુસાર ક્રેમલિન ખાતે રશિયાની માનવ અધિકાર પરિષદની બેઠકમાં સંબોધન કરતાં પુતિને કહ્યું કે રશિયા “તમામ ઉપલબ્ધ માધ્યમો” દ્વારા લડશે,  પુતિને કહ્યું કે તેઓ મોસ્કોના પરમાણુ શસ્ત્રાગારને ‘ઉશ્કેરણીને બદલે પ્રતિરોધક’ માને છે.  

સીએનએનએ પુતિનને ટાંકીને કહ્યું હતું કે “રશિયા કોઈપણ સંજોગોમાં પહેલા આવા શસ્ત્રોનો ઉપયોગ કરશે નહીં તે વિચાર કરીએ તો તેનો અર્થ એ છે કે અમે પછીથી પણ તેનો ઉપયોગ કરવા સક્ષમ નહીં હોઈએ, કારણ કે આપણા પ્રદેશ પર હુમલાના કિસ્સામાં આવું કરવાની શક્યતા ખૂબ જ મર્યાદિત હશે.”   બર્ન્સે જણાવ્યું હતું કે “મને લાગે છે કે આક્રમક નિવેદનોનો હેતુ ડરાવવા માટે છે. વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની યોજનાના કોઈ સ્પષ્ટ પુરાવા આજે દેખાતા નથી.”   

રશિયન નેતાએ જણાવ્યું હતું કે અમેરિકાના મોટી સંખ્યામાં પરમાણુ શસ્ત્રો યુરોપમાં ગોઠવેલા છે.  રશિયાએ તેના પરમાણુ શસ્ત્રોને અન્ય પ્રદેશોમાં સ્થાનાંતરિત કર્યા નથી અને તેમ કરવાની યોજના પણ નથી, પરંતુ તેના સાથીઓને તમામ માધ્યમોથી સુરક્ષિત કરશે.  

16 ડિસેમ્બરે પીએમ મોદીએ પુતિન સાથેની ટેલિફોનિક વાતચીતમાં હતું કે સંવાદ અને મુત્સદ્દીગીરી જ આગામી એકમાત્ર રસ્તો છે. સપ્ટેમ્બરમાં સમરકંદમાં તેમની રૂબરૂ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું કે “આજનો યુગ યુદ્ધનો નથી”. વિશ્વના બીજા નેતાઓએ પણ યુક્રેન યુદ્ધના સંદર્ભમાં આ વાક્યનો વારંવાર ઉપયોગ કર્યો હતો. G20 બાલી સમિટની ઘોષણામાં પણ આ વાક્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  

  

LEAVE A REPLY