આશરે બે મહિના સુધીની ચૂંટણી પ્રચાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે 7.30 કલાકે કન્યાકુમારી સ્થિત સુપ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાક માટે ધ્યાન સાધનામાં બેઠાં હતાં. . (ANI Photo)

આશરે બે મહિના સુધીની ચૂંટણી પ્રચાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે 7.30 કલાકે કન્યાકુમારી સ્થિત સુપ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાક માટે ધ્યાન સાધનામાં બેઠાં હતાં. અહીંના ધ્યાન મંડપમમાં તેઓ પહેલી જૂન સુધી ધ્યાન ધરશે. ધ્યાનમાં બેસતાં પહેલાં વડાપ્રધાન મોદીએ ભગવતી અમ્મન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ધોતી અને સફેદ શાલમાં સજ્જ મોદીએ ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. અહીં મોદી પ્રથમ વખત આ મેમોરિયલ ખાતે રોકાણ કરશે. સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદે વર્ષ 1892ના અંતમાં કન્યાકુમારીમાં સમુદ્ર વચ્ચે આવેલા આ પહાડ પર બેસીને ધ્યાન ધર્યું હતું

ધ્યાન સાધનામાં બેસતાં પહેલાં વડાપ્રધાન મોદીએ મંડપમ્ તરફ જતી સીડી પર ઉભાં રહી મેમોરિયલની ફરતે આવેલા સમુદ્રની સુંદરતા નિહાળી હતી. વડાપ્રધાને અહીં રામકૃષ્ણ પરમહંસ, માતાશ્રી શારદા દેવી તથા સ્વામી વિવેકાનંદને પુષ્પો અર્પણ કર્યાં બાદ સાધનાનો આરંભ કર્યો હતો.

પહેલી જૂને ધ્યાન સાધના પૂર્ણ થયાં બાદ વડાપ્રધાન રોક મેમોરિયલની બાજુમાં આવેલા થિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લે તેવી શક્યતા છે.  અગાઉ 2019માં ચૂંટણીનું પ્રચાર અભિયાન પૂરું થયાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની ગુફામાં ધ્યાન સાધના માટે ગયાં હતાં. .

LEAVE A REPLY