દિપોત્સવની ઉજવણી માટે 23 ઓક્ટોબરે અયોધ્યા પહોંચ્યા પછી મોદી રામ મંદિર ગયા હતા અને ભગવાન રામની પૂજા કરી હતી. તેમણે દીવો પ્રગટાવ્યો અને આરતી કરી હતી. પીએમએ સરયૂના કિનારે સંધ્યા આરતી કરી હતી. તેમણે 3-D હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શો અને ભવ્ય મ્યુઝિકલ લેસર શો જોયો હતો. આ શોમાં મહાકાવ્ય રામાયણની વિવિધ ઘટનાઓ દર્શાવવામાં આવી હતી
5 ઓગસ્ટ, 2020એ રામ જન્મભૂમિ સ્થળ પર રામ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી મોદી અયોધ્યાની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં મોદીએ ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં પ્રાર્થના કરી હતી.
અહીં કામચલાઉ મંદિરમાં ભગવાન રામની પૂજા કર્યા પછી વડા પ્રધાને નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. મોદીએ રામ કથા પાર્કમાં ભગવાન રામ અને દેવી સીતાનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક પણ કર્યો હતો.