ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 સપ્ટેમ્બર, 2019 ના રોજ હ્યુસ્ટનમાં NRG સ્ટેડિયમ ખાતે કોમ્યુનિટી સમિટમાં સંબોધન કર્યું તે સમયની ફાઇલ તસવીર (Photo by THOMAS SHEA/AFP via Getty Images)

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 જૂને વોશિંગ્ટનમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધિત કરશે. તેઓ ભારતની વૃદ્ધિનીગાથામાં ડાયસ્પોરાની ભૂમિકા પર સમગ્ર અમેરિકામાંથી એકઠા થયેલા ભારતીય અમેરિકનોની સભાને સંબોધિત કરશે, એમ ઇન્ડિયન કમ્યુનિટીના એક નેતાએ જણાવ્યું છે.

પ્રેસિડેન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડનના આમંત્રણ પર મોદી 21-24 જૂન સુધી અમેરિકાની યાત્રા પર જશે. બાઇડન  22 જૂને મોદીના માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે અને અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે.

ભારતીય અમેરિકન સમુદાયના નેતા ભરત બારાઈએ જણાવ્યું હતું કે, મોદી 23 જૂનની સાંજે ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધિત કરશે.ભૂતકાળમાં ઘણી હાઇ-પ્રોફાઇલ સભાઓ યોજાઈ છે તેવા રોનાલ્ડ રીગન બિલ્ડીંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરને વડાપ્રધાનના સંબોધન માટે બુક કરાયું છે. આ સ્થળની ક્ષમતા 900 લોકોની છે. મોદીની મુલાકાત દરમિયાન યોજાનાર એકમાત્ર કમ્યુનિટી ઇવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમનું આયોજન યુએસ ઈન્ડિયા કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

બારાઈએ કહ્યું કે શિકાગોના વિશાળ સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી  40,000 ભારતીય અમેરિકનોને સંબોધિત કરે તેવી અગાઉ યોજના બનાવવામાં આવી હતી, પરંતુ શિડ્યુલના મુદ્દાને કારણે આખરી ઓપ અપાઈ શકાયો નથી.

LEAVE A REPLY