BJP will launch contact campaign on the occasion of completion of nine years of Modi government
(ANI Photo)

બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટના સ્ક્રીનિંગના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મતભેદો વધારવા અને વિભાજન પેદા કરવાના પ્રયાસો પ્રત્યે દેશવાસીઓને સચેત રહેવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રયાસો ક્યારેય સફળ થવાના નથી. ભારતમાં જવાહરલાલ યુનિવર્સિટી સહિતની કેટલીક યુનિવર્સિટીમાં આ બીબીસીની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગનો પ્રયાસ થયો હતો.

દિલ્હીની છાવણીના કરિયપ્પા મેદાનમાં એનસીસીની એક રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે એકતાનો મંત્ર જ ભારત માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે. તે માટે સૌથી મહત્વની બાબત તમે બધા યુવાનો છો, ભારતના યુવાનોના કારણે આખી દુનિયાની નજર આપણી ઉપર છે. મોદીએ કહ્યું કે અમારી સરકારે ડિજિટલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની ક્રાંતિઓની શરૂઆત કરી છે. તેનાથી સૌથી મોટો લાભ યુવાઓને મળી રહ્યો છે. આ ભારતના યુવાઓ માટે એક તક સમાન છે. દરેકને એવું લાગી રહ્યું છે કે હવે ભારતનો સમય આવી ગયો છે. પીએમએ કહ્યું કે દેશને વિભાજિત કરવા માટે બહાના શોધવામાં આવે છે. ભારતમાતાના સપૂતો વચ્ચે વિભાજન પેદા કરવા વિવિધ વાતો ફેલાવીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરાય છે. આ પ્રકારના પ્રયાસો છતાં ભારતના લોકો વચ્ચે ક્યારેય મતભેદો પેદા થવાના નથી.

LEAVE A REPLY