(istockphoto.com)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણોત્સવની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા હતા. મોદીએ બચ્ચનને એ પણ યાદ અપાવ્યું હતું કે . સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.

મોદીએ તાજેતરમાં ઉત્તરાખંડના જોલિંગકોંગમાં આવેલા ભગવાન શિવના નિવાસસ્થાન આદિ કૈલાશ શિખર અને પાર્વતી કુંડની મુલાકાત લીધી હતી. બચ્ચને મોદીની આ મુલાકાતનો એક ફોટોગ્રાફ એક્સ (ટ્વીટર) પર શેર કરીને અફસોસ વ્યક્ત કર્યો હતો કે કમનસીબી એ છે કે હું ક્યારેય રુબરુમાં આ સ્થળની મુલાકાત લઈ શકીશ નહીં. આનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ બોલિવૂડના મહાનાયકને કચ્છની મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરનારી હતી. આગામી અઠવાડિયામાં રણ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને હું તમને કચ્છની મુલાકાત લેવાનો અનુરોધ કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે. વડાપ્રધાન ગુરુવારે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે હતા, જેની શરૂઆત તેમણે આદિ કૈલાશ શિખરના દર્શન  કર્યા હતા અને પાર્વતી કુંડમાં પૂજા કરી હતી. બાદમાં તેમણે બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો કર્યો અને જાહેર સભા સંબોધિત કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments